
ભાભર પંથકની હીરપુરા માઇનોર કેનાલની ખેડૂતોએ સાફસફાઈ કરી
ભાભર સણવા ડીસ્ટીબ્યુટર કેનાલમાંથી હીરપુરા ભાભર નવા માઇનોર કેનાલનુ ફાટીયું નીકળી ગયું છે. ત્યારે તેની અંદર મોટાપ્રમાણમા ઝાડી ઝાંખરા ઉગી નિકળેલા હોવાથી કેનાલમાં પાણી આવે તે પહેલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઇની કામગીરી હાથ ધરી છે.
જેમાં તંત્રની લાપરવાહીના કારણે ઘણીવખત કેનાલમાં પાણી આવતા સફાઇના અભાવે કયાંક કેનાલો તુટવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વર્તમાનમાં ભાભર હીરપુરા ગામના ખેડૂતોએ એકઠા થઇ કેનાલની જાતે સાફસફાઈ કરી હતી. આ સિવાય ખેડૂતોએ ઘાસચારો, કપાસ તથા એરંડાના પાકને બચાવવા પાણીની માંગ કરી હતી.