મોટા ખાતે મંજુર થયેલ ડામર રોડના 700 મીટર રોડનું રેલ્વે દ્વારા કામ અટકાવતા ખેડૂતો આંદોલનના મૂડમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેડૂતોની રેલ રોકો આંદોલન છેડવાની ચીમકી : જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કામ ચાલુ કરવાની માંગ પાલનપુરના મોટા ખાતે ઉત્તર દિશાથી ગાંધીધામ રેલવે લાઈન પસાર થાય છે. જે રેલ્વે લાઈનના ફાટક નંબર 17 સી મુખ્ય નવાબી સડક ઉપરથી ખેડૂતો અવર-જવર કરતા હતા. મોટા ગામથી હાઇવે તરફનો જે નવો માર્ગ બન્યો એ વખતે જૂની ફાટક 17 સી બંધ કરી સીફટિંગ કરીને જૂની ફાટક બંધ કરવામાં આવી હતી.જૂની ફાટક બંધ કરીને રેલવેની હદની અંદર ખેડૂતોને  રસ્તો આપ્યો હતો એ વખતે રેલવે વિભાગે મેટલનો રોડ બનાવ્યો હતો. જ્યાં હાલમાં રસાણા મોટા વાયા ચંડીસર નવીન ડામર રોડ મંજૂર થતા તેનું કામ પણ ચાલુ છે પરંતુ રેલવેની જ્યાં હદ આવી તે 700 મીટર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા કામ અટકાવી દેતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સત્વરે આ કામ ચાલુ કરવાની માંગ કરી છે.ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન કરવાની કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોટા ગામના ખેડૂત બાબુસિંહ રાજપુતે જણાવ્યું હતું કે વર્ષોથી નવાબી સ્ટેટ વખતનો અમારો આ રસ્તો છે.જ્યારે મોટા ગામથી હાઇવે તરફનો નવો રસ્તો બન્યો તે વખતે જૂની 17 સી ફાટક બંધ કરી સીફટીંગ કરીને જૂની ફાટક બંધ કરી દીધી હતી.જૂની ફાટક બંધ કરી એટલે રેલવે એ અમને એમની હદની અંદર રસ્તો આપ્યો હતો.રેલવે એ મેટલનો રોડ બનાવી આપ્યો હતો. વર્તમાનમાં રસાણા મોટા વાયા ચંડીસર જીઆઇડીસીને જોડતો નવીન રોડ બનાવવાનું કામ ચાલુ છે. એ રોડ બનાવવાની કામગીરી પણ ચાલુ છે.જ્યાં રેલવે વિભાગ દ્વારા તેમની હદમાં આવતા 700 મીટરમાં રોડ બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવતા અમોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.