આકરી ગરમી : બનાસકાંઠા જિલ્લામાં આગઓકતી ગરમી થી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા

બનાસકાંઠા
બનાસકાંઠા

વાતાવરણમાં આવેલા પલટા બાદ ગરમી નુ જોર વધ્યું : ગરમી નો પારો ૪૧.૭ ડીગ્રી એ પહોંચ્યો

આકરી ગરમી માં લુ લાગવા ની સંભાવનાથી લોકો ને સાવધ રહેવા અપીલ: બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં આવેલા વાતાવરણના પલટા બાદ ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધ્યો છે આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા પણ આકરી ની આગાહી કરવામાં આવી છે જેને લઇ બનાસકાંઠા જિલ્લા માં મંગળવારે તાપમાનનો પારો વધતા ૪૧.૬ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે થોડાક દિવસો અગાઉ વાતાવરણ ના પલટા ને  લીધે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી રાહત મળી હતી પરંતુ ફરી એકવાર તાપમાનનો પારો સતત વધતા લોકોની આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસ સુધી આકરી ગરમી પડવાની આગાહીના પગલે લોકોને પણ લુ થી બચવા અને ખુલ્લા અને સુતરાઉ વસ્ત્રો પહેરવાં અને સીધા તડકામાં ન જવા સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે.

ઉનાળા ની ગરમી ની આકરી ઇનિંગ્સ થી બપોરના સુમારે માર્ગો પર સન્નાટો: ઉનાળાની ધોમધગતી ગરમી ને લઈ બપોરના સુમારે શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના માર્ગો ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી આકરી ગરમીની શરૂઆત થતાં બપોરના મધ્યાહને તો આકાશમાંથી અગન જવાળાઓ વરસી રહી છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતા પ્રજાજનો પણ તોબા પોકારી. ઉઠ્યા છે.

ગરમીના કારણે ખેતીમાં બાજરી સહિતના પાકોને ફાયદો: ઉનાળાની સખત ગરમી ના પગલે ખેતીના પાકો ઝડપથી વિકાસ કરતા હોય છે જમો ખાસ કરીને બાજરી સહિતના અન્ય પાકો માટે ગરમી ખૂબ જ ઉપયોગી હોય છે અને ઝડપથી પાકની વૃદ્ધિ થતી હોય છે જેને લઇ ગરમીના કારણે ખેતીના પાકોને ફાયદો પણ થઈ શકે છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતીના પાકોમાં ઇયળોનો ઉપદ્રવ વધ્યુ હતુ પરંતુ છેલ્લા બે દિવસથી પડી રહેલી આકરી ગરમીના કારણે ખેડૂતોએ પણ રાહત અનુભવી છે.

આકરી ગરમી ને લઇ ઠંડી ચીજ વસ્તુઓની માંગ હતી: ગરમીથી બચવા લોકો વિવિધ ઠંડી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેને લઇ ગરમીનું પ્રમાણ વધતા ઠંડી ચીજ વસ્તુઓની માગમાં પણ વધારો થયો છે જેમાં ખાસ કરીને બરફ કોલડ્રીક્સ જેવી વસ્તુઓની માગમાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ બાદ ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે: છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલી ગરમી બાદ ફરી એકવાર આગામી 11 થી 16 એપ્રિલ દરમિયાન બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સાથે કેટલાક સ્થળોએ છૂટો છવાયો કમોસમી હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.

રાજ્યના કેટલાક શહેરોનું 40 ડિગ્રી ઉપરનું તાપમાન

ભુજ –  ૪૧.૪ ડીગ્રી

રાજકોટ –  ૪૨.૧

સુરેન્દ્રનગર –  ૪૧.૩

અમદાવાદ – ૪૦.૮

ડીસા  –    ૪૧.૬

ગાંધીનગર  – ૪૦.૫

વડોદરા – ૪૦.૪


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.