છાપી હાઇવે પર પાર્લરની આડમાં ગાંજાના વેચાણનો પર્દાફાશ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલ એક પાર્લરની દુકાનમાંથી બાતમી આધારે એસઓજી પાલનપુરની ટીમે પ્રતિબંધિત ગાંજાે ઝડપી પાડી બે યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુરના પીએસઆઇ એમ.કે. ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે વડગામના છાપી – પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર આવેલ ખદીજા ડેરી એન્ડ પાર્લરમાં માદક પદાર્થનું ગેરકાયદેસર વેચાણ થાય છે. જેથી તેઓએ ગુરુવાર સાંજે પંચો સાથે રાખી સ્ટાફ સાથે બાતમી વાળી ખદિજા પાર્લરમાં છાપો મારી પાર્લરમાંથી એક પ્લાસ્ટીકની થેલીમાંથી ભુક્કાવાળો વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાે ૯૭, ૫૦૦ ગ્રામ કિંમત રૂ. ૯૭૫ તેમજ બે મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. ૧૧૧૭૫ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મોહસીનખાન ઈકબાલખાન નાગોરી રહે.છાપી હાઇવે તેમજ ઇમરાનખાન ઇબ્રાહિમભાઈ બલોચ રહે. વડગામની એ.ડી.પી.એસ. એકટ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. છાપી હાઇવે ઉપર નશીલા પદાર્થોના વેચાણનો એસઓજી દ્વારા પર્દાફાશ કરાતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.