વરસાદે વિરામ લીધા બાદ પ્રજાજનોને ભાદરવાની આકરી ગરમીનો અનુભવ

બનાસકાંઠા
બનાસકાંઠા 149

ગુજરાત રાજ્ય પર છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી વરસાદની સિસ્ટમને લઈ અનેક સ્થળો પર વરસાદી માહોલ જાેવા મળી રહ્યો હતો પરંતુ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ થી દૂર થતા અનેક સ્થળો પર વરસાદે વિરામ લીધો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ગુરૂવારની વહેલી સવારથી આકાશમાંથી વાદળો ઓછા થવા લાગતા ઉઘાડ નીકળ્યો હતો પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો સામાન્ય વરસાદ થયો છે. જેથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી નથી જેના કારણે ગરમી થી લોકો તોબા પોકારી ઉઠયા છે ખેતી સહિત અન્ય મજૂરીકામ કરતા લોકો ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપરથી સિસ્ટમની ઇમ્પેક્ટ ઓછી થઈ જતા ઘણાં બધાં ભાગોમાંથી વરસાદે વિરામ લીધો છે પરંતુ તે સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતાઓને લઇ આગામી બે દિવસમાં ફરી એકવાર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા જાેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.