અનલોક-૧ શરૂ પણ થરાદના પ્રજાજનોમાં કોરોના કહેરનો સહેજે ડર નથી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : ચાર તબક્કાના લોકડાઉન બાદ રાજયમાં અનલોક ૧નો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી અનલોક ૧માં ઘણા પ્રકારની છુટ આપી છે. રાજ્યના નાગરિકો પ્રજા વર્ગોને પરીવહનની સુવિધાનો પુરતો લાભ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડીસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશાનુસાર એસ ટી બસોનું વધુ સંચાલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં થરાદ ડેપોમાંથી અમદાવાદની ત્રણ બસની સેવા પણ શરૂ કરવામાં આવી હતી.
ચાર તબક્કાના લોકડાઉન ૪ બાદ સમગ્ર રાજ્યમાં છુટછાટ મળતાં તમામ શહેરો ધમધમતાં થતાં વેપારીઓ અને પ્રજાએ પણ હાશકારો અનુભવ્યો હતો. બસમાં ક્રિકેટ મળતાં જ મુસાફરો બસમાં બેસવા ઉમટ્યા હતા. પરંતુ મોટાભાગના મુસાફરો શોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા હતા. થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં વહેલી સવારે શરદી તાવ જેવી સામાન્ય બિમારીઓની દવા કરાવવા માટે ધસારો જોવા મળ્યો હતો. દર્દીઓ કેસ ધઢાવા માટે લાંબી કતારો લાગી હતી.પરંતુ એક બાજુ જ્યારે ભારતમાં કોરોનાના સંક્રમણના કેસો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વિક્રમી રીતે વધી રહ્યા છે.તેમ છતાં પણ દેશના આ વિસ્તારના પ્રજાજનોમાં જાણે તેનો લેશમાત્ર એહસાસ પણ ન હોય તેમ બિંદાબસ્ત રીતે બે મહિના પુર્વે જીવતા હતા તેવી રીતે જાહેરસ્થળોએ પણ જોવા મળ્યા હતા. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ તે મટી પણ ગયો નથી. કે નથી તેની કોઇ દવા શોધાઇ ત્યારે તેની ગંભીરતા સમજીને પોતાને અને અન્યોને બચાવવાનું ક્યારે શીખશેએ સવાલ થઇ પડ્‌યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.