આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષમાં પણ બનાસકાંઠામાં બાજરા પક્વતા ખેડૂતો આર્થિક બેહાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ યર એટ્‌લે કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો હેતુ લોકોને બાજરાનો ઉપયોગ કરવા અને ખેડૂતોને બાજરીનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે બાજરાનું વાવેતર કરી રહ્યા છે તે ખેડૂતોની હાલત અત્યારે બાજરીના ભાવો ના મળતા બદહાલ થઈ ચૂકી છે. લોકોના આહારમાં પોષણ આપતી બાજરી અત્યારે ખેડૂતોને આર્થિક રીતે પોષણ નથી આપી રહી અને તેનું કારણ છે બાજરીના બજાર ભાવો તો બીજી તરફ વિશ્વની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ નેશન દ્વારા પણ સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૩ના વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને લોકોને વધુને વધુ બાજરીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને બાજરીનુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે.. યુનાઈટેડ નેશન દ્વારા ૨૦૨૩ના વર્ષની સમગ્ર વિશ્વમાં બાજરા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોવા છતાં બનાસકાંઠા જીલ્લામાં બાજરીનુ ઉત્પાદન કરતાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જીલ્લામાં બાજરીના ભાવો એકદમ નીચે જતાં રહેતા બનાસકાંઠા જીલ્લામાં મોટાપાયે બાજરીનુ ઉત્પાદન કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. વર્તમાન સમયમાં બાજરીના ભાવો ૪૩૫થી ૪૭૦ સુધી મળી રહ્યા છે. આ ભાવો બાજરી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ઓછા ભાવો છે અને તેના લીધે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીનું ખૂબ જ મોટા પાયે ઉત્પાદન કરે છે. અને આ વર્ષે ફેબ્રુઆરી માસમાં યુનાઈટેડ નેશન દ્વારા આ વર્ષની ઉજવણી બાજરા વર્ષ તરીકે કરવાની જાહેરાત કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં વાવેતર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યું હતું. પરંતુ ભાવો ના મળતા અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને ખેડૂતો આ અંગે સરકાર સમક્ષ બાજરી માટે સરકાર દ્વારા ૬૦૦ રુપિયથી વધુના ટેકાના ભાવો નિર્ધારિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે જાે બાજરીના ભાવોને લઈ પરિસ્થિતી લાંબા ગાળા સુધી યથાવત રહેશે તો બાજરીનુ ઉત્પાદન કરવામાં અગ્રેસર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીના વાવેતરથી દૂર થઈ જાય તો નવાઈ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.