વડગામ થી છનિયાણા જતાં કાચા રસ્તાનું ધોવાણ : વાહન ફસાયા જેસીબી ની મદદથી ફસાયેલા વાહનને કઢાયા
વડગામ તાલુકામાં મંગળવારના રાત્રીના અને વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ ના પગલે વડગામ થી છનિયાણા જતાં કાચા રસ્તા નુભારે ધોવાણ થયું હતું. પાણીના ધમધમતા વહેણમાં વાહનો ફસાયા હતા.જેના કારણે ખેતરો માં થી અવર જવર કરતા પશુપાલકો અને ખેડૂતો ની હાલત દયનીય બની જવા પામી હતી.
વડગામના લક્ષ્મણપુરા થી છનિયાણા જવાનો કાચો રસ્તો આવેલો છે. આ રસ્તા પર ૨૦૦ જેટલા ખેડૂતો ના ખેતરો આવેલા છે.ખેતરોમા જવા આવવા માટે રોજના ખેડૂતો ની અવર જવર રહે છે. મંગળવાર ના વહેલી સવારે વડગામ પંથકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદ થી કાચા રસ્તા નું ભારે ધોવાણ થતાં વહેલી સવારના ખેતરોમાં થી દુધ લઇને વાહનો માં આવતા ખેડૂતો અટવાયા હતા અને વાહનો કાચા રસ્તા ના ધોવાણ થી ફસાઇ જતાં જે.સી.બી.ની મદદ લેવી પડી હતી. ફસાયેલા વાહનોને જે.સી.બી.મશીન થી ખેંચી ને બહાર કાઢવા પડયા હતા.
વડગામ થી છનિયાણા જવાનો કાચાં રસ્તા ને પાકો બનાવવા માટે વર્ષોથી ખેડૂતો ની તેમજ જનતાની માંગ ઉઠવા પામી છે. આ રસ્તા ને પાકો બનાવાય તો લોકોને નું વધારાના કિલોમીટર ફરવા નું પણ બચી જાય અને વડગામ છનિયાણા જવા આવવા નો સીધો માર્ગ લોકો ને મળી જાય તેમ છે એવું ખેડુત અગ્રણી એ જણાવ્યું હતું.