ગામડાઓને કોરોનાના કહેરથી બચાવવા તંત્ર સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો ર્નિણય લઇ ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારશ્રી સ્વપ્નીલ ખરેએ ગ્રામ્યકક્ષાએ તેના કંટ્રોલ માટે સરપંચશ્રીઓના અધ્યક્ષસ્થાને સમિતિ રચવાનો ર્નિણય કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સરપંચશ્રીઓના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરાશે. જેમાં (૧) સરપંચ (અધ્યક્ષ) (૨) ગ્રામ પંચાયત મંત્રી (સભ્ય સચિવ) (૩) પ્રાથમિક શાળાના આચાર્ય (૪) માધ્યમિક શાળાના આચાર્ય (જાે હોય તો) (૫) ગ્રામ સેવક (૬) દૂધ મંડળીના ચેરમેન/મંત્રી (૭) આરોગ્ય વિભાગના કર્મચારી/ આશા વર્કર (૮) આંગણવાડી કાર્યકર (૯) ગામમાં આવેલી એફ.પી.એસ.ના સંચાલક અને (૧૦) ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સમિતિના સભ્યો રહેશે. આ કમિટીએ આ મુજબની કઆ સમિતિની પ્રથમ બેઠક તા.૧૯/૦૧/૨૦૨૨ના રોજ ૧૨ઃ૦૦ કલાકે યોજાશે. જેમાં ઉપસ્થિત રહેનાર અધિકારીશ્રીઓના આદેશ પણ કરવામાં આવ્યા છે. પ્રથમ બેઠક ઉપરાંત આ કમિટીની બેઠક જયાં સુધી અન્ય સુચના ના મળે ત્યાં સુધી એકાંતરા દિવસે યોજવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ન પ્રસરે તે માટે સાવચેત રહેવાની ખુબ જ જરૂર છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન કોરોના સામે લડવા માટે સરપંચો અને ગ્રામજનોનો પુરતો સહયોગ વહીવટી તંત્રને મળ્યો હતો ત્યારે પુનઃ આવનારી આ વિપદાનો સામનો કરી સંયુક્ત પ્રયાસો વડે આપણા ગામની સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.