પાલનપુરમાં માથું ઉંચકતો રોગચાળો : જિલ્લામાં બેવડી ઋતુને પગલે દર્દીઓથી ઉભરાતા દવાખાના

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં ડેન્ગ્યુના 28 કેસ સહિત જિલ્લામાં 60 કેસ: સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. સિવિલમાં ડેન્ગ્યુના 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના અનેક કેસ નોંધાયા છે. બેવડી ઋતુના કારણે રોગોમાં વધારો થયો છે. પાલનપુર સિવિલમાં ડેન્ગ્યુના 28 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

પાલનપુરમાં રોગચાળો વકરતા ખાનગી અને સરકારી હોસ્પિટલો માં ભીડ જોવા મળી રહી છે. વરસાદી સિઝન અવિરત ચાલુ હોવા છતાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

ડેન્ગ્યુના (Dengue) અનેક કેસો માત્ર સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ જોવા મળી રહ્યા છે. બેવડી ઋતુના કારણે લોકોના રોગોમાં ભારે વધારો થઈ રહ્યો છે. પાલનપુરના નાની બજાર, મોટા બજાર, ફોફળિયા કુવા, તીનબત્તી, માલણ દરવાજા, મફતપુરા, મીરા દરવાજા સહિત ના વિસ્તારો ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તાવના ઘણા કેસ નોંધાયા છે . જો કે બધા જ તાવ ડેન્ગ્યુ હોતા નથી.

ચેપી મચ્છરના કરડવાથી, સતત તાવ છ થી સાત દિવસ સુધી રહે છે. જ્યારે માથાનો દુખાવો, શરીર અને સાંધાના દુખાવા જેવા લક્ષણો દેખાય ત્યારે દર પાંચ દિવસે NS1 ટેસ્ટ કરાવવાથી ડેન્ગ્યુ એન્ટિજેન (પ્રારંભિક તબક્કો) શોધી શકાય છે અને સચોટ સારવાર શરૂ કરી શકાય છે. 10 દિવસ પછી IgM પરીક્ષણ કરીને ડેન્ગ્યુ એન્ટિબોડીઝ (શરીરની સ્થિતિ) શોધી શકાય છે. 15 દિવસ પછી, ડેન્ગ્યુના અંતિમ તબક્કાને IgG પરીક્ષણ દ્વારા શોધી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.