ડીસાની બનાસ નદીમાં ઘન કચરો નંખાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ઘન કચરો નાખવામાં આવતો હોવાથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ઘન કચરો નાખવા માટે જુનાડીસા ડમ્પિંગ સાઈટ હોવા છતાં કચરો બનાસ નદીમાં નંખાતા કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવાની માંગ ઉઠી છે.ડીસામાંથી પસાર થતી બનાસ નદી લોકમાતા સ્વરૂપે પૂજાય છે. બનાસ નદી કુવારિકા હોવાથી તેમજ ઉપરવાસમાં દાંતીવાડા પાસે ડેમ બંધાયો હોવાથી બનાસ નદી વહેતી નથી.ત્યારે છેલ્લા કેટલાક સમયથી બનાસ નદીમાં શહેરમાંથી એકત્ર થતો ઘન કચરો નાખવામાં આવતો હોવાની રાવ ઉઠી છે. કેટલાક શખ્સો ઘન કચરો નદીમાં જ નાખી સળગાવતા હોવાથી પર્યાવરણને પણ અસર થઈ રહી છે જ્યારે નદી પણ પ્રદૂષિત થઈ રહી છે.ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ માટે જુના ડીસા પાસે ડમ્પીંગ સાઈટ બનાવાઈ છે તેમજ નગરપાલિકા દ્વારા ઘન કચરો નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.ત્યારે બનાસ નદીમાં ઘન કચરો કોણ નાખી જાય છે ? તે અંગે પાલિકા દ્વારા તપાસ થાય અને જો કોન્ટ્રાક્ટર દ્વારા નદીમાં ઘન કચરો નખાતો હોય તો તેની સામે પણ પગલા લેવાય તેવી પર્યાવરણ પ્રેમીઓમાં માંગ ઉઠી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.