ડીસા ઈન્દિરાનગર થી રાણપુર જતાં માર્ગ પર વર્ષો જુનું વડનું ઝાડ કાપતાં પર્યાવરણ પ્રેમીઓ માં રોષ
નાયબ કલેકટરને આવેદન આપી રજૂઆત કરાઈ: ડીસા ના ઈન્દિરાનગર થી રાણપુર જતાં માર્ગ પર પાલિકા દ્વારા લોકભાગીદારી થી નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં પણ સોસાયટી બનાવતાં બિલ્ડરને ફાયદો થાય તેવી વ્યવસ્થા પાલિકાના ઈજનેર દ્વારા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાલિકા દ્વારા ભરચોમાસે નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે નવિનરોડ બનાવાની કામગીરીમાં અડચણરૂપ વડનુ ઝાડ ન થતું હોવા છતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા મજુરો બોલાવી પાલિકાના સ્ટ્રીટ લાઈટના ફેજ પરથી આંકડી નાખીને મશીન મારફતે જુનું ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાતાં પર્યાવરણપ્રેમી સહિત સ્થાનિકો રહીશ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
વર્ષો જુના આ વડ નું ઝાડ નડતરરૂપ ના હોવા છતાં બિલ્ડરો ને ફાયદો થયા તે માટે પાલિકા ના કેટલાક કર્મચારીઓ તેને કાપવાનુ કાર્ય કરતા હોઈ આ મામલે એડવોકેટ કે. ડી પઢીયાર દ્વારા નાયબ કલેકટર અને ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અરજદાર કે ડી પઢીયાર દ્વારા જણાવાયું હતું કે પાલિકા દ્વારા જે વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે. તે વર્ષો જુનું ઝાડ છે અને કોઈ અડચણરૂપ પણ નથી માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે જુનું વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે.
જ્યારે વષો જુનું વડના ઝાડમાં રોજબરોજ હજારો પક્ષીઓ વસવાટ કરે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ ઝાડ નીચે બેસીને લોકો ગરમીમાથી છુટકારો મેળવે છે. ત્યારે વષો જુનું ઝાડ પાલિકા દ્વારા ન કાપે તેવી વિનંતી કરવામાં આવી હતી. સાથે એક તરફ ગુજરાત સરકારનું પર્યાવરણ બચાવો અભિયાન સાર્થક કરવા માટે ઠેરઠેર વ્રુક્ષો રોપણ કરવામાં આવે છે. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખુદ જુના વ્રુક્ષોને કાપવાની કામગીરી કરે તે કેટલું યોગ્ય કહેવાય ત્યારે નાયબ કલેકટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી જેમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર એડવોકેટ પી આર સોલંકી પણ ઉપસ્થિત રહીને વર્ષો જુનું ઝાડ બચાવા માટે વહીવટીતંત્રને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી..