ઇકબાલગઢ ની ચાંદની સોસાયટી માં કપિરાજ નો આંતક
ચાંદની સોસાયટી ની પાસે જ પ્રાથમિક શાળા હોવાથી વાલીઓમાં રોષ ની લાગણી: અમીરગઢ તાલુકા નું ઇકબાલગઢ ગામ મુખ્ય વેપારી મથક તરીકે જાણીતું છે. ઇકબાલગઢ માં કેટલાક સમય થી કપિરાજે આતંક મચાવી રાખ્યો છે. ઇકબાલગઢ માં આવેલી ચાંદની સોસાયટી માં કપિરાજ ના આતંક થી લોકો ઘર માં થી પણ નીકળવાનું ટાળી રહ્યા છે. ઇકબાલગઢ ની ચાંદની સોસાયટી માં હમણાં 4-5 દિવસ પહેલા જ ચાંદની સોસાયટી ના માલીક ઇકબાલભાઈ પઠાણ ઉપર સવાર ના સમયે એક કપિરાજે અચાનક હુમલો કર્યો હતો. ત્યારે અચાનક આ રીતે હુમલો થતા ગભરાયી ગયા હતા. સોસાયટી માં નાસભાગ મચી જવા પામી હતી. ઇકબાલભાઈ પોતાનો બચાવ કરી શક્યા નહોતા. અને કપિરાજે તેમને પગ ના ભાગે ત્રણ જગ્યાએ બચકું ભરી દેતા સોસાયટી માં ગમ નો માહોલ છવાઈ ગયો હતો.
ત્યાર બાદ ઇકબાલભાઈ ને ઇકબાલગઢ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અને ત્યાં ની સારવાર બાદ તેમણે પાલનપુર ની સિવિલ હોસ્પિટલ ની સારવાર લેવાની પણ જરૂર પડી હતી. ત્યાર બાદ સોસાયટીમાં લોકો ડરી ડરી ને રહી રહ્યા છે. સોસાયટી ની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. જેથી વાલીઓ પોતાના બાળકો ને શાળામાં મોકલવામાં પણ અચકાય રહ્યા છે. ગમે ત્યારે કપિરાજો આવી ને ક્યારેક તેમના બાળક ઉપર ઇકબલભાઈ ની જેમ અચાનક હુમલો કરી દે તો તેનો જવાબદાર કોણ એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યાં છે. વન વિભાગ તાત્કાલિક આ સમસ્યા ઉપર પગલાં લઈ ને કપિરાજો ના આતંક થી ગ્રામજનો ને રાહત અનુભવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.