પાલનપુર-કંડલા નેશનલ હાઈવે નં.૨૭ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય
નેશનલ હાઇવે પર ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય
ટોલ નજીક જ મોટા ખાડા નેશનલ હાઈવે ઓથોરેટી ને દેખાશે ખરા.!?
ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઈવે નં .૨૭ પર મસમોટા ખાડાઓ પડતા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓનો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવે છે પંરતુ નેશનલ હાઈવે ઓથોરેટીને મસમોટા ખાડાઓ દેખાતા નથી. ઉલ્લેખનિય છે કે દર ચોમાસામાં નેશનલ હાઈવે પર પડતાં ખાડાઓ વારંવાર પુરવામાં આવે છે પરંતુ હલકી ગુણવત્તાના કારણે દર ચોમાસામાં ફરી ખાડા પડી જાય છે. ત્યારે સામાન્ય વરસાદના કારણે નેશનલ હાઇવે નં. ૨૭ પર મુડેઠા નજીક નેશનલ હાઇવે પર ઠેરઠેર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.
જેથી દિવસ દરમિયાન અને રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકોને ખાડાઓ દેખાતા નથી જેના કારણે અકસ્માતની ભીતી સેવાઈ રહી છે જ્યારે નેશનલ હાઈવે ઓથોરેટી દ્વારા થીંગડા મારવામાં આવે છે અને ફરીથી સામાન્ય વરસાદે ઉખડી જાય છે જેના લીધે વાહનચાલકોને છાશવારે અડચણ ઉભી થાય છે અને નાના મોટા અકસ્માતો થાય છે. જેથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠી છે.