ધાનેરાના નેનાવા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની બદલી થતાં ભાવુક દ્ર્શ્યો સર્જાયા બાળકો સહિત શિક્ષકો રડી પડ્યા
ધાનેરા તાલુકાના નેનાવા ગામ ની પ્રાથમિક શાળા મા છેલ્લા 13 વર્ષ થી શિક્ષક તરીકે સેવા આપનાર શક્ષિકા જયશ્રી બેન ની બદલી થતાં શાળા નો માહોલ ગમગીન બની ગયો હતો. નેનાવા પ્રાથમિક શાળા મા છેલ્લા 13 વર્ષ થી શિક્ષિકા તરીકે સેવા આપનાર જયશ્રી બેન નાઇ એ પણ બદલી કરાવી છે.જે બાળકો ને ખબર પડતાં બાળકો શિક્ષિકા બહેન ને પોતાના થી દુર થતા જોઈ આખો માંથી આંસુ રોકી શક્યા ન હતા.13 વર્ષ ના સમયગાળા દરમિયાન બાળકો સાથે લાગણી ભર્યો સબંધ રાખનાર જયશ્રી બેન એક શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે ઉભરી આવ્યા છે.ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર શિક્ષિકા ની બદલી ને લઈ બાળકો સાથે શિક્ષકો પણ રડી પડ્યા હતા ગામ ના આગેવાનો એ પણ ઉમદા કાર્ય કરનાર શિક્ષિકા બહેન ને સન્માન સાથે વીદાઈ આપી હતી.