
બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. ત્યારે રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે. ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અન્વયે બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ ઘર, સ્વચ્છ શાળા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા…. તથા જે કરે ગંદકી તેની ફોગટ જિંદગી જેવા વિષયો પર સુંદર મૌલિક વક્તવ્યો આપીને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે.