એક કરોડના વીજ ઉપકરણો સગેવગે, ત્રણ અધિકારી સસ્પેન્ડ

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું કહી શકાય તેવું અધધ એક કરોડના વીજ ઉપકરણ સગેવગે કર્યા હોવાનું કૌભાંડ ડીસામાંથી સામે આવ્યું છે. સમગ્ર મામલો બહાર આવતા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે તાત્કાલિક અસરથી વીજ કંપનીના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ અને એકની બદલી કરી દેવામાં આવી છે.
ડીસાના આખોલ પાસે આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરી ૧,૨ આવેલી છે. જેમાં ડીસા સહીતના તાલુકાઓ આ કચેરીના તાબામાં આવે છે. ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં નવી વીજ લાઈન ખેંચવા સહીતના કામો કોન્ટ્રાકટરને નિયમ મુજબ આપવામાં આવ્યા હતા. ત્યારે એક કોન્ટ્રાકટરને ફાળવેલ કામ અને મંજુર થયેલા કામ કરતા કચેરીના ગોડાઉનમાંથી વધુ માલસમાન ઉઠાવી ગયો હતો. જે અંદાજીત એક કરોડ ઉપરાંતનો માલ સામાન ગોડાઉનમાંથી ઉઠાવી ગયા બાદ અધિકારીઓને ધ્યાને આવતા ચોંકી ઉઠ્યા હતા. માલ વધારે સ્ટોકમાંથી કઈ રીતે લઈ ગયો ? તે બાબતે તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન ત્રણ અધિકારીની બેદરકારી સામે આવતા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલા, જ્યારે એક અધિકારીની બદલી કરી દેવાઈ છે.

ડીસામાંથી જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે તે જાેતા તાત્કાલિક અસરથી પોલીસ ફરીયાદ નોંધાવાના બદલે આખા મામલાને
ઠંડો પાડી દેવાના પ્રયાસો વધુ થઈ રહ્યા હોવાનો ગણગણાટ વીજ કંપનીની ઓફીસમાં થઈ રહ્યો છે. તો બીજી તરફ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તપાસ ચાલી રહી હોવાનું રટણ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના મામલે અત્યારે યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર પાસેથી માલ સામાન રિકવર પણ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થયા બાદ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.