
એક કરોડના વીજ ઉપકરણો સગેવગે, ત્રણ અધિકારી સસ્પેન્ડ
પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારો માં કેટલાક મિલકત ધારકો ગ્રામ પંચાયતનો કર નિયમિત ભરતા ન હોઇ ગ્રામ પંચાયતોમાં મિલકત ધારકોનું બાકી લેણું વધી રહ્યું હોઇ જેને લઇ ગ્રામ પંચાયતોને વહીવટ ચલાવવામાં આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોને ૮૦ ટકા થી વધુ વેરાની વસૂલાત કરવા તાકિદ કરી હતી. જેને લઈ ચંડીસર ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી અત્યાર સુધીમાં ૫૨ ટકા જેટલી વસુલાત કરી હતી. અને અન્ય બાકીદારો પાસે થી ગ્રામ પંચાયતના બાકી લેણા ની વસૂલાત બાકીદારો ને અનેકવાર નોટિસ આપવા છતાં રીઢા બાકીદારોએ કર ન ભરતા ગ્રામ પંચાયત દ્વારા ગુરુવારે આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરીને ગ્રામ પંચાયતનો કર ન ભરનાર સાત બાકીદારોના નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા અને બાકીદારો પાસે થી સ્થળ પર રૂ. ૧૫૦૦૦ ની વસૂલાત કરવામાં આવી હતી. અને અન્ય બાકીદારો પાસેથી પણ બાકી કર ની વસૂલાત માટે નળ કનેકશન કાપવાની ઝુંબેશ ચાલુ રાખવાની હોવાથી બાકીદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.