
પાલનપુર નગરપાલિકાની અઢી વર્ષનો ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે
પાલનપુર નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગી અને કોર્પોરેટરના સેન્સ લેવાયા હતા. 12 સપ્ટેમ્બરના યોજાનાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઇ કેટલાક ઉમેદવારો લાઈનમાં છે, પરંતુ ભાજપ દ્વારા મેન્ડેડ આપીને જ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. જોકે, પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસના 12 કોર્પોરેટર અને ભાજપના 32 કોર્પોરેટર છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર ડીસા પાલનપુર નગરપાલિકાની પ્રમુખ ઉપર મોકલી ચૂંટણી યોજાનાર છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ દાવેદારો લાઈનમાં છે. ત્યારે બહુમતી ધરાવતા ભાજપના કોર્પોરેટરમા પસંગીના ઉમેદવાર આવે અને કોઈપણ વિવાદ વગર ચૂંટણી યોજાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જોકે પાલિકાની એસી બેઠકમાં ચીમનલાલ સોલંકી અમી પટેલ નેહાબેન પરમાર સહીત કુલ ચાર નામ પ્રમુખના દાવેદાર જોવા મળી રહ્યા છે તેમાં ઉપપ્રમુખમાં દાવેદાર ની લાઈનમાં છે જોકે આ સમગ્ર પ્રક્રિયા પાલનપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 12 સપ્ટેમ્બરના યોજાશે.