
આજે દિયોદર માર્કેટ સમિતિના ચેરમેનની ચૂંટણી
દિયોદર માર્કેટ સમિતિના ચેરમેનની ચૂંટણી આજે સવારે ૧૦ વાગ્યે યોજાનારી છે. જેને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે હલચલ મચી રહી છે. દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન તરીકે હાલે ઇશ્વરભાઇ તરક સેવા આપી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા ફરીથી તેમનો મેન્ડેડ મળે તેવો આત્મવિશ્વાસ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દિયોદર ખાતે ત્રણ નિરીક્ષકો ભાજપના જીલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, તાલુકાના પ્રભારી લાલજીભાઈ પ્રજાપતિ તથા સંજયભાઈ બ્રહ્મભટ્ટ આરામ ગૃહ ખાતે આવી ડિરેક્ટરોના મત મેળવવા પ્રયાસ કરેલ. જાે કે ઉપસ્થિત મોટેભાગે સદસ્યોએ વર્તમાન ચેરમેનને ચાલુ રાખવાની ભલામણ કરી હોવાનું મનાય છે ત્યારે બીજી તરફ માલાભાઈ પટેલ પણ સ્પર્ધામાં હોવાનું મનાય છે. તેઓ ડૉ. દેવજીભાઈના પિતા છે તેઓ પણ પાર્ટી દ્વારા મેન્ડેડ મળે તેવો વિશ્વાસ ધરાવી રહ્યા હોવાનું મનાય છે. જાેકે ડિરેક્ટરોને અવગણી પાટીઁ કોઈ ર્નિણય લેતો કંઈ ક નવાજુની પણ થઈ શકે. દિયોદરના વર્તમાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને દિયોદર તાલુકાનું સંગઠન અને કોર કમિટી શું ર્નિણય લેશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. જાેકે કેટલાક વર્તુળો એવું પણ જણાવી રહ્યા છે કે આવતીકાલે કદાચ ચૂંટણી બંધ પણ રહે. જાે અને તો માં સમિતિની ચૂંટણી અટવાઈ છે. માકૅટ સમિતિના ૧૬ ચુંટાયેલા પ્રતિનિધિઓ,એક કોટડા ગ્રામ પંચાયતના સદસ્ય, બે સરકારી જીલ્લા રજીસ્ટ્રાર, ખેતીવાડી અધિકારી આમ કુલ ૧૯ મતદારો મતદાનમાં ભાગ લેશે. પૂવૅ ચેરમેન શીવાભાઈ ભુરીયા પેનલના ૬ સદસ્યો હાલે મૌન ધારણ કરી જાેઇ રહ્યા છે.બાકીના ૧૦ સભ્યો પૈકી ભાજપના કોન્સેસ માટે આવેલ પ્રતિનિધિઓ સમક્ષ બે સદસ્યો ઇશ્વરભાઇ પટેલ ગાંગોલ, અણદાભાઇ પટેલને બોલાવેલ નહીં. જાેકે તેમણે પાછળથી તેમનો કોન્સેસ રજુ કરી દીધો હોવાનું સંભળાય છે. આમ ભાજપે આઠ સદસ્યો અને ત્રણ સરકારી પ્રતિનિધિઓ ઉપર મદાર રાખવો પડશે.