પાલનપુરની ૮૭ ગ્રામ પંચાયતોના ઉપ સરપંચોની ચૂંટણી જાહેર કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઉપ સરપંચની વરણી માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા ઉપ સરપંચોની ચૂંટણીને લઈ સભ્યોની ખેંચતાણ શરૂ થતાં ગ્રામીણ વિસ્તારોમાં ફરી એક વાર રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલનપુર તાલુકામાં તાજેતરમાં ૮૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં કેટલીક ગ્રામ પંચાયત સમરસ બની હતી. જાેકે, આ ચૂંટણીમાં સરપંચ અને સભ્યોની નિયુક્તિ બાદ તંત્ર દ્રારા હવે તા.૧૮ થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન ઉપસરપંચો ની ચૂંટણી યોજવાની પ્રકિયા હાથ ધરવામાં આવશે. જાેકે, ગામડાઓમાં સરપંચ બાદ ઉપ સરપંચનું પદ મોભાદાર મનાતું હોઈ અને વિજેતા સભ્યો બહુમતીથી પોતાના સાથી સભ્યને ઉપ સરપંચ પદે ચૂંટતા હોઈ ગામડાઓમાં ઉપ સરપંચ બનવા ઉત્સુક સભ્યો સાથી સભ્યોને મનાવવા ધૂમ પછાડા કરતા હોય છે. અને સભ્યોને સહેલગાહે પણ લઈ જતા હોય છે. જે દોર હાલ શરૂ થતાં સરપંચોની ચૂંટણી બાદ ઉપ સરપંચની ચૂંટણીઓને લઈ પુનઃ ગ્રામીણ ક્ષેત્રે રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.