ડીસા ભીલડી હાઇવે પર ઈકો ગાડીનો અકસ્માત : ચાર વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ડીસા ભીલડી હાઇવે પર આવેલા વાઘપુરાના પાટીયા નજીક સીએનજી ઇકો ગાડીનું ટાયર ફાટતાં ચારથી પાંચ ગુલાટા મારતા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે ડીસાથી પેસેન્જર ભરી ભીલડી તરફ જતી ઈકો ગાડી નંબર ય્ત્ન ૧૮ મ્દ્ભ ૨૧૬૦ નુ વાઘપુરાના પાટીયા નજીક ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી ખાતાં ઇકોમાં સવાર મુસાફરોમાં ચાર વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ૧૦૮ વાહન મારફતે વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જોકે સદનસીબે પલ્ટી ખાતા સીએનજી ઇકોને આગ ન લાગતાં મોટી જાનહાની ટળતા હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હાઇવે પર દોડતાં વાહનોની સ્પીડ નિયંત્રણ પણ જરૂરી છે. પુરઝડપે દોડતા વાહનોના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.