કોરોનાનુ ગ્રહણ : ઉતરાયણ બાદ લગ્નના અનેક મુહુર્ત પણ ૧૫૦ લોકોની મર્યાદા !

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ બાદ લગ્નના અનેક હોવાથી લગ્નસરાની સિઝન શરૂ થાય છે પરંતુ કોરોનાના વધતા જતા કેસોને લઈ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. તેની સાથે લગ્નના સિઝનના પર પણ તેની અસર થવાથી અનેક લગ્નો રદ થઇ રહ્યા છે જેના કારણે લગ્નસરાની સિઝન સાથે સંકળાયેલા ધંધાર્થીઓની પણ ચિંતા વધી છે. જેમાં ખાસ કરીને મંડપ અને કેટર્સ પર માઠી અસર થવા જઈ રહી છે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે મોટું નુકસાન ભોગવી ચુકેલા મંડપ અને કેટર્સ ના ધંધાર્થીઓને આ વર્ષે લગ્નના સારા ઓર્ડર મળવાની આશા જાગી હતી પરંતુ ફરી એકવાર કોરોનાનું સંકટ ઊભું થતાં લગ્નની સિઝન ઉપર કોરોના ની અસર ને લઈ ફરી એકવાર મંડપ સને કેટર્સના ધંધાર્થીઓને મોટું નુકસાન થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

કોરોનાના કારણે લગ્ન રદ થતા મંડપ ઉદ્યોગ ઉપર મોટો ફટકો પડયો છે : મંડપ સંચાલક
આ અંગે અંબિકા મંડપ સંચાલન કરતાં વિક્રમ સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કારણે ઉતરાયણ બાદ લગ્નના જે ઓર્ડર લીધા હતા તે હવે કેન્સલ થવા જઈ રહ્યા છે ત્યારે મંડપ અને કેટર્સ પર ખૂબ જ માઠી અસર થવા થી મોટો ફટકો પડી રહ્યો છે.
આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે લગ્ન કરવા કે ન કરવા તે પણ એક મૂંઝવણ છે ઃ આયોજક
આ અંગે એક લગ્નના એક આયોજકે કહ્યું હતું કે કોરોનાની આવી વિકટ પરિસ્થિતિમાં લગ્ન ઉત્સવ કરવો કે ન કરવો તેની પણ એક મૂંઝવણ છે સાથે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવું પણ એક ફરજ બનતી હોવાથી મોટી મૂંઝવણ ઊભી થઈ છે.

રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઇડલાઇનને રજુ કરતા બનાસકાંઠા જિલ્લામાં લગ્નના આયોજકો પણ વિમાસણમાં મુકાયા
કોરોનાના વધતા જતા કેસોને લઈ રાજય સરકારે ખુલ્લી જગ્યા ઉપર પહેલા ૪૦૦ લોકો જ હાજર રહી શકશે તેવી ગાઇડલાઇન રજૂ કરી હતી પરંતુ ત્યારબાદ ફરી માત્ર ૧૫૦ લોકોની નવી ગાઇડલાઇન રજૂ કરાતા લગ્નના આયોજકો પણ વિસામણમાં મુકાઈ ગયા છે અને અનેક લગ્ન રદ કરવાની પણ ફરજ પડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.