
બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન તાલુકાઓમાં સફાઈ ઝુંબેશ યોજાઈ
દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલ સફાઈ અભિયાન હેઠળ વિવિધ તાલુકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી ના તહેવારોને અનુલક્ષી વિશેષ સફાઈ કરવામાં આવી હતી. તહેવારો બાદ પણ સફાઈની કામગીરીને આગળ વધારી સ્વચ્છતા માટેની પ્રતિબદ્ધતા લોકોએ દાખવી રહ્યા છે.
જે અન્વયે ધાનેરા તાલુકાના વાછોલ, દાંતા , વાવ, ઢીમા અને કાંકરેજ તાલુકામાં દિવાળીના સમયે ફૂટેલા ફટાકડાનો કચરો, ખાદ્યપદાર્થ, તેમજ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી જાહેર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. ગામના લોકોએ “આપણુ ગામ સ્વચ્છ ગામ”ના સંકલ્પ સાથે તહેવારોના દિવસે પણ સ્વચ્છતા કરી ગામ સફાઈ અભિયાનને વધારે વેગ મળે એવા પ્રયાસો કર્યા હતા.