કંબોઇ દુદાસણ રોડ પર રેતી ભરી દોડતા ડમ્ફરોથી વાલીઓમાં ભયની ભીતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના આ કંબોઇથી દુદાસણ જતા રોડ પર દોડતા હાઈવા અને ટેલરોથી લોકોમાં ભયની ભીતિ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ખનીજ હેરાફેરી કરતા આ મહાકાય ટ્રકો એટલી સંખ્યામાં દોડે છે કે અહીંના લોકો હવે ત્રસ્ત બન્યાં છે અને ખાસ કરીને શાળાએ જતા વિધાર્થીઓના વાલીઓ વધુ ભય અનુભવી રહ્યા છે. જો કે, આ પાછળનું કારણ રોડ પર આવેલી શાળા છે, જ્યાં બાળકો અભ્યાસ અર્થે જાય છે પરંતુ દિવસ ભર દોડતી આ ટ્રકો અહીં સતત અકસ્માત થવાનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. જો કે, આ ટ્રકો પર રોક લગાવવામાં નહિ આવે તો કોઈક દિવસ મોટી જાનહાનિ સર્જાય તેવી સંભાવના સતત અહીંના લોકોને લાગી રહી છે. જે માટે હવે તંત્ર આ રેતીના વહન કરતા ટ્રકો પર અંકુશ લગાડે તેવી લોકમાંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.