કાદવ કીચડ થી રાહદારીઓ અને વાહન ચાલકો સહીત વિદ્યાર્થિઓ ને પડતી મુશ્કેલી
કાંકરેજ તાલુકાના ખીમાણા થી રવિયાણા જતો કાચો રસ્તો કાદવ કીચડ થી ખદબદી રહ્યો છે જેમાં રાહદારીઓ અને વાહન ચાલકો સહીત વિદ્યાર્થિઓ ને પડતી મુશ્કેલીઓ દૂર ક્યારે થશે
કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેતા પશુપાલકો ને કાચા રસ્તાઓ હોવાથી ચોમાસાના કારણે અવારનવાર કાચા રસ્તાઓ માં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકો ને પોતાના ખેતરથી ગામમાં આવવા જવા માટે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ રસ્તા પર બન્ને બાજુ દબાણ કરતાં રસ્તો સાંકડો થઇ ગયો છે અને હવે ખીમાણા થી રવિયણા નો કાચો રસ્તો વર્ષોથી લોકોની માંગ છે કે આ રસ્તો પાકો રસ્તો મંજૂર કરવામાં આવે પરંતું ક્યાંક ને ક્યાંક જવાબદાર સ્થાનિક તંત્ર ના અધિકારી અને અંધેર વહીવટ કરતી ગ્રામ પંચાયત ને માની શકાય.
જોકે બન્ને ગામને જોડતો રસ્તો હોવાથી વિદ્યાર્થિઓ ને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે અને પશુપાલકો ને ડેરીએ દૂધ ભરાવવા માટે કાદવ કીચડ વાળા રસ્તામાં થી પસાર થવું પડે છે અને મહામુશ્કેલીએ ન છૂટકે 108 ને પણ આ રસ્તે જતાં ડર લાગે છે ત્યારે હવે ખેતરોમાં રહેતા પશુપાલકો ખેડૂતોને એમના પરિવાના બાળકો ને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કાચા રસ્તાઓ પર પસાર થતી વખતે કેટલી બધી મુશ્કેલી વેઠવી પડે છે એ તો આ દૃશ્યો ઉપરથી જ ખ્યાલ આવે છે. એક તરફ કાચા રસ્તાઓ પર આજુબાજુમાં દબાણ કર્યું છે એ જાણવા માટે તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી ને સબ સલામત ના દાવા કરે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્રના અધિકારીઓ દ્વારા આ રસ્તા ની રૂબરૂ મુલાકાત લઈ ને યોગ્ય રીતે કામ કરશે કે નહીં એ પણ એક સવાલ છે.