
થરાદના ખોડાનું પરિક્ષા કેન્દ્ર રદ થતાં બોર્ડના વિધાર્થીઓને ભારે મુશ્કેલી
રખેવાળ ન્યૂઝ થરાદ, થરાદના રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ખોડા ગામની માધ્યમિક શાળામાં અર્થશાસ્ત્રના પેપરમાં અર્થશાસ્ત્રના પેપરમાં માસ કોપી થઇ હતી. જે ફલાઇંગ સ્કવૉડે ઝડપી લેતાં પરિક્ષાબોર્ડના હિયરીંગ સુધીની કાર્યવાહી પણ થઇ હતી. અંતે તેના પરિણામ સ્વરુપ ચાલુ વર્ષે ખોડા શાળાનું પરિક્ષાકેંદ્ર રદ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે ગ્રામિણ વિસ્તારના આશરે ૫૦૦ કરતાં પણ વધારે પરિક્ષાર્થીઓને અતિ મહત્વપુર્ણ કહી શકાય એવી બોર્ડની પરિક્ષામાં જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
અત્યારે આ તમામ વિધાર્થીઓને છેક થરાદ સુધી રઝળપાટ કરવાની નોબત આવી છે. કદાચ આખા ગુજરાતમાં થરાદ તાલુકાના ખોડા શાળાના પરિક્ષાર્થીઓને જ પોતાના ગામથી શહેર સુધી ૪૦-૪૫ કિમીનું અપડાઉન કરીને બોર્ડના પરિક્ષાકેંદ્ર સુધી આવવું પડતું હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.
આ તમામ વિધાર્થીઓને જીપડાલામાં ઘેટાંબકરાંની જેમ ભરાઇને ન છુટકે આવવું પડી રહ્યું છે. જેની પાછળ ચેરમેન અને ડીઓએ મનમાની જવાબદાર હોવાનો આક્રોશ વિધાર્થી, વાલી અને કેટલાક શિક્ષણવિદ્દોમાં પ્રસરવા પામ્યો છે. વિધાર્થી ભાવનાબેને જણાવ્યું હતું કે ગત વર્ષે કોઇ ઘટના બની હોય તો તમે બોર્ડના નિયમ મુજબ એ દોષિત બિલ્ડીંગ કે સંચાલકો અથવા તો આખો સ્ટાફ બદલી શકો છો. સામુહિક કોપી કેસ થયો હોય તો ગુનેગારને દંડ કરવો જાેઇએ પણ એમાં અમારો શું દોષ છે.વાલી જેમલભાઇએ જણાવ્યું હતુંકે વિધાર્થીઓને ૪૦-૪૫ કિમી દુર સુધી જીપડાલામાં ન છુટકે આવવું પડે છે. અને પેપર પુરુ થયા પછી મોડી સાંજે રઝળપાટ કરતું ઘરે જવું પડે છે.
બોર્ડના નિયમની જાેગવાઇ મુજબ સંચાલકો,સ્ટાફ કે બિલ્ડીંગ બદલી શકો છો પણ મનમાની કરીને કેમ વિધાર્થીઓને પરિક્ષાર્થીઓને પરેશાન કરવામાં આવે છે. બેવટા, વાઘાસણ, વાંતડાઉ જેવા ગામો દુર દુર છે.ખોડામાં બ્લોક ૧૭ દસમા અને ૧૩ બ્લોક બારમાના હતા.
બોર્ડ દ્વારા કેંદ્ર આપ્યા પછી કન્યાઓના શિક્ષણમાં પણ વધારો થવા પામ્યો હતો. અને ભુતકાળમાં પણ વાવમાં માસ કોપી થઇ હતી. તેમ છતાં કેંદ્ર રદ કરવામાં આવ્યું ન હતું. પરંતુ અત્યારના જવાબદારો બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે જે અનુચિત હોવાનો સુર પણ ચારેકોર ઉઠવા પામ્યો છે.