વાવની ચુવા માઈનોર ઓવરફલો થતાં પ હેકટર જમીનમાં ઉભેલા રવિ પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : વાવ તાલુકાના ચુવા ગામે મેઈન કેનાલમાંથી ઉચપા ચુવા ગંભીરપુરાની માઈનોર કેનાલ પસાર થાય છે ગતરોજ ગેટ ઉપરથી પાણીનો વધુ પ્રવાહ છોડાતા સ્ટ્રેકચરમાં ગંદકીના થર અને લીલ ભરાઈ જતા પાણીનો પ્રવાહ પાછો પડી ઉભરાઈ જતા ચુવા ગામે કેનાલ ઓવરફલો થઈ હતી જેથી પ હેકટર જમીનમાં ઉભેલા જીરૂ, રાયડું અને ઘઉંના પાક ઉપર પાણી ફરી વળતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા જેમાં ચુવા ગામના દિનેશભાઈ ઈશરાભાઈ સેંગળ ને રૂા.૧.પ૦ લાખનું નુકસાન તેમજ ગલસર જીવરાજભાઈ રગનાથભાઈને રૂા ૧.૦૦ લાખનું નુકસાન તેમજ ગલસર સગથાભાઈ રગનાથભાઈને રૂા પ૦ હજારનું નુકસાન થવા પામ્યું હતું જે બાબતે પીડીત ખેડુતોએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે હમણાં ટુંકાગાળમાં અહીયા ૩ વખત માઈનોર તૂટી છે અને ૧ વખત ઓવરફલો થઈ છે કેનાલના માઈનોર કામોમાં ભારે ગેરરીતિઓ આચરાતા કેનાલો તૂટી રહી છે. વધુમાં સફાઈના અભાવે માઈનોરમાં સ્ટ્રકચરોમાં ગંદકીના થર જામી ગયા છે કેનાલ ઓવરફલો થતા પીડીતોના ખેતરોમાં ઉભા રવીપાકમાં થયેલા નુકસાન સંદર્ભ નર્મદા નિગમને જાણ પણ કરાઈ છે સત્વરે નર્મદા વિભાગ આ મુદ્દે સર્વે કરી પીડીત ખેડુતોને વળતર આપે તેવી ઉગ્ર માંગ છે હાલમાં ખેતરોમાં પાણી ભરાતા જળબંબાકાર થઈ ગયા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.