પાલનપુર આકેસણ ફાટક નજીક દવાનો જથ્થો મળી આવ્યો : આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર આકેસણ ફાટક નજીક આવેલ સોસાયટી નજીક કોઈ અજાણ્યા લોકોએ દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દેતા આ બાબતે તપાસ કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર સરકારી દવા તેમજ ખાનગી કંપનીની દવાઓ જાહેરમાં ફેંકવા માં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના આકેસણ રોડ ઉપર કોઈ મોટા પ્રમાણમાં દવાનો જથ્થો ફેંકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આજુબાજુના રહીશોના ધ્યાને આવતા આ બાબતે યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે. ખરેખર આ જથ્થો ક્યાંથી આવ્યો છે? કોને ફેંક્યો છે? સરકારી છે કે ખાનગી? તે બાબતે પણ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.