લોરવાડા નજીક ડમ્પર ટેન્કરની પાછળ ટકરાતા ચાલકનું મોત
(રખેવાળ ન્યૂઝ)ભીલડી, આજે બપોરના સુમારે લોરવાડા ગામ નજીક નેશનલ હાઇવે દ્વારા રોડની વચ્ચે આવેલા વૃક્ષોને ટેન્કર દ્વારા પાણી છંટાતું હતું તે દરમિયાન ભીલડી તરફથી રેતી ભરી આવતું ડમ્પર ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.
જેની જાણ નેશનલ હાઈવે ઓથોરિટી અને લોકોને જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ને.હા.ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે જઈને કેબીનમાં ફસાયેલી લાશને કેબિનને કાપીને ભારે જહેમતથી બહાર કાઢવામાં આવી હતી.અકસ્માતમાં ડમ્પરના આગળના ભાગના કેબીનનો કચરધાણ વળી ગયો હતો જેની જાણ ભીલડી પોલીસને થતા ઘટના સ્થળે જઈ લાશને પીએમ અર્થે મોકલી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .જોકે મૃતક ચાલકની ઓળખ થઈ નથી.