ડીસા વોર્ડ પાંચના ઉમેદવારોનો ડોર ટુ ડોર લોક સંપર્ક

બનાસકાંઠા
બનાસકાંઠા 53

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા નગર પાલિકાના સર્વાંગી વિકાસ અને ઉત્થાન હેતુ નિરંતર કાર્યરત ભાજપના આગામી ચૂંટણીમાં વિરાટ વિજયના મંત્રને પરિપૂર્ણ કરવાના હેતુસર ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડીસા નગર પાલિકાના વોર્ડ નંબર ૫ ના ઉમેદવાર અનિતાબેન વિજય કુમાર વાઘેલા, ગિરિશચંદ્ર લક્ષમીચંદ ભરતીયા, ગોવિંદ કુમાર મનુભાઈ માખીજા અને શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકીની જીત માટે સુચારુ પ્રચાર અભિયાન ધમધમી રહ્યું છે. ગતરોજ ચન્દ્રલોક સોસાયટી,વર્ધમાન સોસાયટી, અંબિકાનગર સહિતના વિસ્તારમાં કાર્યકરોએ ડોર ટુ ડોર જનસંપર્ક સાધીને મોદી સરકારની રાષ્ટ્રહિતકારી નિતીઓ અને યોજનાઓ અંગે સવિસ્તાર માહિતી પ્રદાન કરી વોર્ડ પાંચમાં ભાજપની સમગ્ર પેનલ વિજયી બનાવવાની અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.