થરાદમાં ડૉક્ટરની કાર પર પાંચ શખસો દ્વારા હુમલો : પોલીસ ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ક્રિષ્ના હોસ્પિટલના તબીબ ડોક્ટર કરસનભાઈ રાણાભાઇ પટેલ (હાલ રહે અંબિકાનગર સોસાયટી), મુળ રહે લુણાલ તા.થરાદે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રિના બે વાગ્યાના સુમારે તેઓ પોતાની જીજે ૦૮બીબી ૪૨૩૨ નંબરની ક્રેટા કાર લઈને ઘર તરફ આવતા હોઇ તેમની પાછળ આવેલી નંબર વગરની સ્વીફ્ટ કારના ચાલકે પોતાની હોસ્પિટલના ભાગે ગાડી પાર્ક કરતી વખતે પાછળથી ટક્કર મારી હતી. આથી તેઓ પોતાની કાર લઈને પોતાના મકાનને જતા ત્યાં કાર પાર્ક કરતી વખતે ફરીથી કારમાં આવેલા માણસોએ પાછળથી ટક્કર મારી હતી. તેમજ તેમાંથી પાંચ શખસો હાથમાં લોખંડના સળિયા અને પાઇપો લઈને નીચે ઉતર્યા હતા. અને ડોક્ટરને આજે જાનથી મારી નાખો. ઘણા દિવસથી ભાજપનો ઝંડો લઈને ફરે છે, તેમ કહી ગાડીના પાછળના કાચ પર આડેધડ સળીયા અને પાઇપો મારી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ દરવાજા પાસે આવી ડોક્ટર બહાર નીકળ તારા હાથ પગ ભાગી જાનથી મારી નાખવો છે તેમ અપશબ્દ બોલ્યા હતા. જાેકે તેમણેગાડીનો દરવાજાે લોક કરી દેતાં તેમણે પ્રયત્ન કરવા છતાં તે ખોલ્યો ન હતો. આ લોકોને ઓળખતાં એક ચંદ્રેશ આભાભાઈ રાજપુત રહે. ખીમાણાવાસ તા.વાવ તથા શ્રવણસિંહ સોઢા (રાજપુત) હતા. જાેકે હોસ્પિટલનો સ્ટાફ આવી જતાં આજે તો બચી ગયો છે, પરંતુ હવે પછી પ્રચારમાં બે દિવસ ક્યાંય દેખાઈશ તો તને ગાડીની ટક્કર મારી ઉડાવી દઈશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. તેઓ ભાજપનો પ્રચાર કરતા હોય તેનું મનદુઃખ રાખી જાનથી મારી નાખવાના ઇરાદે તેમની ગાડીને ટક્કરો મારી તેમના પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કારના કાચને કાચ તોડી નુકસાન કર્યા બાબતની તબીબે ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે બે શખ્સોના નામ તથા ત્ણ અજાણ્યા મળીને કુલ પાંચ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે થરાદના રાજકીય માહોલમાં ભારે ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ શોસિયલ ટાઇમીંગ સાથેના સીસીફુટેજ પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મે ત્રણ વર્ષમાં નાતજાત ભેદભાવ રાખ્યા નથી, કોરોનામાં પણ ડૉક્ટર કરશનભાઇને મદદ કરી છે. અને મેં કશુ ખોટું કર્યું હશે તો નકળંગ અને શામળીયો ભગવાન મને પહોંચશે અથવા ડૉ કરશનભાઇને પહોંચશે. તેમજ ચુંટણીમાં હાર ભાળી ગયેલા ઉમેદવાર દ્વારા ડૉકટરને હાથો બનાવી પાયાવિહોણા આક્ષેપ કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા ગઇકાલથી વર્તન થઇ રહયું છે, ખોટી રીતે કાૅંગ્રેસના કાર્યકરોને હેરાન કરાઇ રહ્યા છે.દબાવવામાં આવી રહ્યા છે, માત્ર ભાજપના ઉમેદવારના ઇશારે આખું પ્રકરણ ઉભું કરાઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.