ડીસામાં ખુશીઓના સરનામે રહેતા દિવ્યાંગ બાળકો રંગબેરંગી દીવડા બનાવે છે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના લાટીબજાર ખાતે આવેલ અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું – દિવ્યાંગ ભવનમાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે આર્ત્મનિભર બને તે માટે પોતાના હાથે અલગ-અલગ ચીજવસ્તુઓ બનાવે છે. જેમાં આગામી દિવસોમાં આવનાર દિવાળી પર્વને લઈને દિવ્યાંગ બાળકો પોતાના હાથે અલગ-અલગ ડિઝાઇનવાળા દિવડા બનાવી રહ્યા છે. જે દિવડા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
ડીસામાં અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં અલગ-અલગ દિવ્યાંગતા ધરાવતા ૬૦ જેટલા બાળકો રહે છે. જેઓ અભ્યાસ સાથે અલગ-અલગ વોકેશનલ તાલીમ પણ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અલગ-અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો અલગ-અલગ વોકેશનલ તાલીમ મેળવી સમાજ સાથે ખભેખભો મિલાવી આર્ત્મનિભર બની પોતાના પગ પર ઉભા રહી શકે. આ બાળકો અલગ-અલગ ચીજ વસ્તુઓ જેવી કે પેપર બાઉલ, પેપર ડિસ, દીવડા, રાખડી સહિતની અનેક ચીજવસ્તુઓ બનાવે છે. ડીસાના લાટી બજારમા કાર્યરત અંધજન મંડળ અમદાવાદ સંચાલિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય દિવ્યાંગ ભવનમા આ દિવ્યાંગ બાળકો દ્વારા સાદા દિવડા ઉપર અલગ-અલગ કલરથી પેન્ટ કરી તેમાં મીણ ભરી સુંદર ડેકોરેટિવ રીતે આકર્ષક બનાવવા બનાવી રહ્યા છે. આ દીવડા તૈયાર થયા બાદ આ સેન્ટરના સ્ટાફ સહિત બાળકો દ્વારા અલગ-અલગ સંસ્થાઓ મારફતે સ્ટોલ બનાવી દીવાઓનું વેચાણ કરતા હોય છે. જેમાં જે આવક થાય છે. તે તમામ આવક આ તમામ બાળકો પાછળ ખર્ચ થાય છે.

દિવ્યાંગ ભવન સંસ્થાની લોકોને અપીલ
ડીસામાં અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં છેલ્લા ૬ વર્ષથી અલગ-અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો દ્વારા અલગ-અલગ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. ત્યારે આવનારા સમયમાં દિવાળી પર્વ પર આ સેન્ટરના અલગ-અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકોએ પોતાના હાથે અલગ-અલગ રંગોથી ડેકોરેટ કરી દિવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સંસ્થાના સુપરવાઈઝર આનંદભાઈ દવેએ જણાવ્યું હતું કે આ બાળકો દ્વારા જે દિવડા તૈયાર કરવામા આવી રહ્યા. તે અલગ-અલગ સંસ્થાઓ મારફતે સ્ટોલ બનાવી વેચાણ કરતા હોય છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોને આ બાળકો દ્વારા તૈયાર કરાતા અવનવી ડિઝાઇન વાળા દિવા ખરીદી કરી પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

દિવ્યાંગ બાળકો દિવાળી પર્વ દરમિયાન બનાવે છે હજારો દીવડા
ડીસા દિવ્યાંગ ભવનમાં છેલ્લા ૬ વર્ષથી દિવા બનાવવામાં આવે છે. આ કાર્યમાં ૩૦ દિવ્યાંગ બાળકો જાેડાયેલા છે. તેઓ દ્વારા ૫ હજાર દિવાથી શરૂઆત કરી હતી પણ અત્યારે દિવાળી પર્વ પર ૫૦ હજાર દિવા તૈયાર કરવાનો ટાર્ગેટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.