અંબાજી મેળામાં પગપાળા યાત્રાળુઓ, સંઘો અને વાહનોને ડાયવર્ઝન અપાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

આવનાર તારીખથી તારીખ 29 સપ્ટેમ્બર દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ભાવિક ભક્તો અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. આ સમય દરમ્યાન ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં આ મેળા દરમ્યાન સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી ટાઉનમાંથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવા તથા વાહનોની અવરજવર નીચેની વિગતે જણાવેલા રસ્તેથી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત રજૂ થયેલી છે.

જે અંતર્ગત વરુણકુમાર બરનવાલ, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાની હદ ખેરોજ થી અંબાજી-આંબાઘાટાથી અંબાજી તેમજ મેરવાડા-લાલાવાડા ત્રણ રસ્તાથી રતનપુર તા.દાંતા ચાર રસ્તા સુધી તમામ પગપાળા યાત્રાળુઓ તથા સંઘોએ રોડની ડાબી બાજુએ ચાલવા અને તમામ સરકારી તથા ખાનગી વાહનો રોડની જમણી બાજુએ હંકારવા ફરમાન કરવામાં આવે છે.આ હુકમ તારીખ 22થી તારીખ 29 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. સદરહુ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યકિત સજાને પાત્ર ઠરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.