
વડગામ દલિત સમાજના મહોલ્લાની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી
વડગામ ખાતે દલિત સમાજના મહોલ્લામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મુલાકાત કરી સરપંચ પ્રવિણભાઈ યુ.પરમાર સહિત તમામ અગ્રણીઓ સાથે શિક્ષણ, કન્યા કેળવણી, અંધશ્રદ્ધા, આરોગ્ય વિષય સહિત અન્ય તકલીફો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી મુલાકાત કરી હતી. આ દરમિયાન સરપંચ પ્રવિણભાઈ યુ.પરમાર, દલિત સમાજના તમામ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી જે.જે.ગામીત, પીએસઆઈ એલ.જી દેસાઈનું વિશિષ્ટ સન્માન કર્યું હતું.
જેમાં અગ્રણી ધર્માભાઈ ચૌહાણ, ડાહ્યાભાઈ ચૌહાણ, દિપકભાઈ પરમાર, જામાભાઈ ચૌહાણ, ખોડાભાઈ પરમાર, લક્ષ્મણ ભાઈ પરમાર, હરિભાઈ પરમાર અમથાભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.