જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક ડીસાના કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાતે

બનાસકાંઠા
kalektar visit deesa
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : આજે વિશ્વ મહામારી કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે વિશ્વને પોતાના સકંજામાં લઇ રહ્યું છે ત્યારે આ મહામારીથી ભારત અને ગુજરાત પણ બાકાત નથી. દિન-પ્રતિદિન વધી રહેલા કેસોને લઈ ગુજરાત ઉપર સંકટ મંડરાઇ રહ્યુ છે. આ વચ્ચે જિલ્લામાં વધતા જતા કેસો વચ્ચે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ડીસામાં જાહેર કરેલા કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં ડીસાના શા†ીનગર, પિંક સીટી, Âક્રષ્ના બંગ્લોઝ, સિંધી કોલોની જેવા રેસિડેન્ટ એરીયાની મુલાકાત લઇ કલેકટરે આરોગ્ય અને અન્ય સુવિધાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું પણ અચરજની વાત એ છે કે જિલ્લા કલેકટરની ડીસા મુલાકાતનો પ્રોગ્રામ જાહેર થતાં જ ડીસાના તમામ અધિકારીઓ દ્વારા આગળના દિવસે સાંજે જ્યાં કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં ખામીઓ પુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કલેકટરની મુલાકાતના આગલા દિવસે ડીસાના અધિકારીઓ પોતાના તરફથી ડીસાને સુરÂક્ષત રાખવા કરેલી મહેનત બતાવવા કોઈપણ ખામી ના રહે તેવા પણ પ્રયાસો કર્યા હતા.માસ્ક સહિતની ગાઈડલાઈનનું પાલન કરાવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેકટરે કન્ટેનમેન્ટ ઝોનના લોકોને સરકારની સુવિધાઓ આપવા કડક સૂચના આપી હતી. જોકે, કલેક્ટરની મુલાકાત દરમિયાન જિલ્લામાં કોરાનાના વધુ ૪ કેસો નોંધાતા કોરોના પણ નવો પડકાર ફેંકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.