જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિગ માટે કરાયું વિશેષ આયોજન : અંબાજી આવતા વાહનો માટે ૩૦ પાર્કિંગ પ્લોટ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાહનોના પાર્કિંગ માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે કામગીરી: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબે ના દર્શન કરીને ધન્ય બન્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનવાઈ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંઘો અને વાહનો સાથે આવતા માઇભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો, આબુરોડ તરફથી, વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાંતા રોડ પર ૧૩ પાર્કિગ અને હડાદ માર્ગ પર ૧૭ પાર્કિગ મળી કુલ ૩૦ પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફીક સમસ્યા નિવારી શકાઈ છે. આ તમામ પાર્કિગમાં વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે.

પાર્કિંગ પ્લોટ સી.સી.ટી.વી. કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. જેમાં પોતાની સાથે લાવેલ ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે તેમને પાર્ક કર્યા પછી એક ટોકન અને રજિસ્ટરમાં નોધણી ફરજીયાત કરવામાં આવે છે. આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો, જીઆરડી અને હોમર્ગાડના જવાનો દ્વારા કરવામાં આવે છે. વાહનો સાથે આવતા સંઘો અને યાત્રાળુઓએ સુવ્યવસ્થિત પાર્કિગની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.