
ડીસામાં ગૌશાળા સંચાલકોની બેઠકમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના સહાયના પ્રથમ તબક્કામાં ૩૦ દિવસની સહાય અને બીજા તબબકમાં ૬૨ દિવસના ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર સહિત ત્રણ માસની સહાયની રકમ મોટાભાગની સંસ્થાઓને ચૂકવાઈ ગઈ છે પણ કેટલીક સંસ્થાઓને બીજા તબક્કાની સહાય ચૂકવાઈ નથી. કારણ કે સંસ્થા દ્વારા જરૂરી દસ્તાવેજાે તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં વીલંબ કરવાથી તેઓને સહાય ચૂકવાઈ નથી. જે બાકી દસ્તાવેજાે અને સીસીટીવી લગાવી દેવાથી ત્રીજા તબ્બકામાં ચૂકવાઈ જશે. પરંતુ નિયમ અનુસર માંગેલા દસ્તાવેજાે અને જરૂરી સૂચનાનું પાલન અમુક સંસ્થાઓ દ્વારા મોડું કરવાથી બાકીની સંસ્થાઓને પણ સહાય મળવામાં વીલંબ થયેલ છે.આ વખતે ત્રીજા તબ્બકાની જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સહાયની રકમ ૩૧ માર્ચ પહેલા દરેક સંસ્થાઓને ચુકવણી કરવાની હોઈ દરેક આ વખતે દરેક સંસ્થાઓને સમયસર જરૂરી દસ્તાવેજાે અને સૂચના મુજબની કામગીરી પૂર્ણતા માટે આજે ડીસા તાલુકાના પશુ ચિકિત્સક દ્વારા ડીસાની ૧૩ સંસ્થાઓ સાથે મીટીંગ રાખવામાં આવી હતી અને એક સાથે તમામ સંસ્થાઓની અરજી મેળવી તેમાં જરૂરી વિગતો પૂરી કરી સહાય માટે અલગ બેંક એકાઉન્ટ ખોલાવી તેની વિગત ૨ દિવસ સુધીમાં જમા કરાવવા સુચના આપવામાં આવી હતી.