
બનાસકાંઠામાં આફતી વરસાદથી જનજીવન ઠપ્પ : ગામમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ
બનાસકાંઠા જિલ્લામાં દોઢ માસ પછી આવેલા વરસાદે તારાજી સર્જી. સતત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદે બનાસકાંઠા ના સરહદી વિસ્તારો માં આફત રૂપે સાબિત થયો. ખેડૂતોનાં ઊભા પાકો સહિત ગામમાં પાણી ભરાઈ જવાના દ્ર્શ્યો સામે આવ્યા છે. ગામમાં પાણી ભરાઈ જતાં લોકો ને જીવન જરૂરિયાત છે ચીજવસ્તુઓ માટે હાલાકી વેઠવી પડી રહી છે. તો પાણી ભરાઈ જતાં પશુઓ અને સુરક્ષા જ્ગ્યાએ રાખવા ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.તો શેરી, મહોલ્લો અને રસ્તાઓ માં ઢીચણ સમા પાણી ભરાતા લોકોને સામાન ખરીદવા કે દર્દીઓ ને દવાખાના જવા માટે ટ્રેકટર નો સહારો લેવો પડે છે. રસ્તાઓમાં પાણી ભરાઈ રહેતા બાળકોને શાળાએ જતાં ડરે છે. ત્યારે આફત રૂપે આવેલા વરસાદે ભાભર ના અનેક ગામમાં વરસાદી પાણી એ આફત સર્જી છે.સરહદી વિસ્તાર એવા ભાભર પંથકમાં સાત ઈંચ જેટલો વરસાદ ખાબકતા ભાભર સહિત પંથકના અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં. વરસાદે થોડા દિવસો માટે વિરામ લીધો છે. આજે ભાભરના અનેક ગામમાં વરસાદી પાણી ભરાયાંના દર્શયો સામે આવ્યા છે. ભાભરના દક્ષિણ દિશામાં આવેલા 12 કિલોમીટરે આવેલા બુરેઠાં ગામે 40 થી વધુ પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ થયાં છે.ગરીબ પરિવારોના ઘર આગળ પાણી ભરાઈ રહેતા પરિવારોના લોકોને ઘર સામાન કે પશુઓના ઘાસચારાની વ્યવસ્થા કરી ભારે મુશ્કેલી પડી રહી છે. ઘર આગળ પાણી ભરાઈ રહેતા બીમાર લોકોને દવાખાને લઈ જવા મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
બરેઠા ગામમાં પાણી ભરાઈ રહેતા પરિવારોને રસોઈ કરવા લાકડાઓ પલડી જતાં ગેસના બટલાઓ પાણીમાં તાણીને લાવવા પડે છે. તો પાણી ભરાઈ રહેતા બાળકોને અભ્યાસ અર્થે શાળાએ મોકલી શકતા પણ નથી. ગામમાં પાણી ભરાઈ રહેવાની વાત ત્રણ વર્ષ પહેલાં બનેલા રોડ ઊંચો બનતા વરસાદી પાણી નિકળવાના નાળા મૂક્યા નથી.પી ડબલ્યુ ડી ખાતાની ઘોર બેદરકારીના કારણે ગામના 40 થી વધુ પરિવારો છેલ્લાં ત્રણ વર્ષથી ચોમાસાના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવતા ગામ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. છે. ગામ લોકોએ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. ભાભર પી ડબલ્યુ ડીના અધિકારીઓ તપાસ સુધ્ધાં કરતા નથી.ગામના લોકો ને વરસાદી પાણી ભરાઇ રહેતા મચ્છ ડેન્ગ્યુ થવાનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા ભાભરના બૂરેઠા ગામે પાણીનો નિકાલ કરવા માંગ કરી છે.