
ડીસાના લુણપુર ગામે યુવતીને તેડી જવા બાબતે બોલાચાલી થતા ધીંગાણું ખેલાયું
(રખેવાળ ન્યૂઝ)આસેડા, ડીસા તાલુકામાં લુણપુર ગામે રહેતા પારજી સોલંકીની દીકરીના લગ્ન એક મહિના અગાઉ મડાણા ગામે થયા હતા. તેમજ ગત મોડી સાંજે યુવતીના સાસરિયાઓ ડીસાથી લુણપુર ગામે યુવતીને તેડવા માટે ગયા હતા. તે દરમિયાન ગામમાં રહેતા લક્ષ્મણજી સોલંકી સહિત અન્ય લોકો યુવતીના ઘરે પહોંચ્યા હતા અને યુવતી આણું કેમ કરો છે તેમ કહી બોલાચાલી કરી હતી. બાદમાં બોલાચાલી વધુ ઉગ્ર લક્ષમણજીએ ફોન કરતા અન્ય લોકો હથિયાર લઈ બાઈક અને ટ્રેકટર પર ત્યાં પહોંચ્યા હતા અને હુમલો કરતા સામ સામે મારામારી હતી.જેમાં મહિલાઓ સહિત ૧૦ થી વધુ લોકોને ગંભીર બીજા પહોંચતા લોકો લોહી લુહાણ થઈ ગયા હતા.
મારામારી અને બુમાબુમ થતા ઘટનાને પગલે આજુબાજુમાં તેમના સગા સંબંધીઓ અને પડોસીઓ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ લૂણપુર ગામે પહોંચી હતી અને તમામ લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજગ્રસ્ત લોકોની હાલત વધુ નાજુક જણાતા હતા વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. હુમલા બાબતે યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે