ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગુમ થયેલ અને ચોરાયેલા 11 મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધી લોકોને પરત આપી “તેરા તુજકો અર્પણ” કરવા હેતુ ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગુમ થયેલ અને ચોરાયેલા અગિયાર મોબાઈલ કબ્જે કરી રૂ 1,77,895ની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા હતા. મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઇન ફરિયાદો લેવામાં આવે છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઇનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી. આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઇલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી.

જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડીટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 11 મોબાઇલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.