ડીસા રૂરલ પોલીસે બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો: આરોપીની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્વારા વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ સત્વરે શોધી કાઢવાની સૂચના અંતગર્ત ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન ડીસા તાલુકા પોલીસની ટીમ હેઠળ ગુનાઓ શોધવાની કામગીરીમાં હતી. તે દરમ્યાન ગત તા. 22/6/24ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે ડીસા તાલુકાના ડીસા-ભીલડી રોડ પર આવેલ ગુરુનાનક સ્પ્રીંગ વર્કસ નામની ગેરેજમાંથી એક હીરો હોંડા કંપનીનુ સ્પેલેંડર પલ્સ મોટર સાઇકલની ચોરી કરી લઈ ગયેલ હોઈ જેની તપાસ હાથ ધરી હતી.

જેમાં ડીસા રૂરલ પોલીસ ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ માનવ સ્રોત આધારે નિર્વાણ સિંહ ઉર્ફે લેલો સુરજસિંહ ચૌહાણ (ઉં.વ.21, રહે. ભાણાવાસ, તા. સતલાસણા, જિ.મહેસાણા)ની અટકાયત કરી હતી. પોલીસે પકડાયેલ ઈસમની પૂછપરછ કરતાં તેણે બાઈક ચોરીની કબૂલાત કરી ચોરી કરેલ મોટર સાઇકલ રજૂ કર્યું હતું. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.