ડીસામાં મોડી રાત્રે 40 મિમી વરસાદ ખાબક્યો
ડીસામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દોઢથી બે કલાક સુધીમાં પોણા બે ઇંચ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે અનેક નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું. ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. ગઈકાલે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ અને ભારે ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બે કલાક સુધી સતત વરસાદ થતાં પોણા 40 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. શહેરના માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે આમ તો હવામાન વિભાગ દ્વારા ચોમાસામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે દરમિયાન ચોમાસાની શરૂઆતમાં જ ડીસા પંથકમાં પોણા બે ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.