ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોનો ચોરાયેલ મુદ્દામાલ પરત કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસ દ્વારા છેલ્લા છ માસમાં અનેક ચોરાયેલા મોબાઈલ પરત કર્યા: રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોના ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધી લોકોને પરત આપી “તેરા તુજકો અર્પણ” કરવા હેતુ ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોના ગુમ થયેલ અને ચોરાયેલા 30 મોબાઈલ કબ્જે કરી રૂ. 5,83,539 ની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા હતા.મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઇન ફરિયાદો લેવામાં આવે છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસમાં અનેક વખત લોકોના ચોરાયેલા ફોન પરત કરાયા છે. ત્યારે આજે વધુ એક વખત 30 વ્યક્તિઓને એક સાથે બોલાવી તેઓના રૂપિયા 5.83.539 ના મોબાઈલ પરત કર્યા હતા. અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઇનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી. આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઇલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી.

જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ એસ.ડી. ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડીટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 30 મોબાઇલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

આ બાબતે મહિલા પીઆઈ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ કરી 30 મોબાઈલ મૂળ માલિકોને પરત આપ્યા છે.ડીસામાં  ઉત્તર અને દક્ષિણ તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા છ માસમાં અનેક મોબાઈલ કબ્જે કરી લોકોને પરત આપ્યા છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.