ડીસા નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં રોડ સાઈડના દબાણ હટાવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

નડતરરૂપ ઓટલા સહિતના દબાણો જેસીબીથી દૂર કર્યા: ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા રસ્તાની આજુબાજુ ગેરકાયદેસર રીતે ઓટલા દીવાલો પાર્કિંગ ઊભા કરી દેવામાં આવતા ડોક્ટર હાઉસમાં દર્દીઓ લાવવામાં અવારનવાર મુશ્કેલી સાથે ટ્રાફિક થતો હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોને નોટિસ આપ્યા બાદ ગુરુવારે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડીસા ડોક્ટર હાઉસમાં છેલ્લા કેટલાક સમય મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી. જેથી પાલિકા દ્વારા તપાસ હાથ ધરાતા ડોક્ટર હાઉસ વિસ્તારમાં ફાયર સેફટી છે પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિગની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટમાં જનરેટર મૂકી કોમન પ્લોટ પર દબાણ કરવું સહીત એકઝીટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલો અને ધ્યાને આવી હતી. જેથી પાલિકા દ્વારા કુલ 47 હોસ્પિટલોને દબાણ અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી.

જ્યારે ગુરુવારે પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન સાથે ડોક્ટર હાઉસની રસ્તા પૈકીની ગલીઓમાં દબાણ તોડવાનો પ્રારંભ કરાયો હતો જેસીબી મશીન દ્વારા ઓટલાઓ તેમજ રોડ પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.