ડીસા નગરપાલિકા દ્વારા રોડ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકા દ્વારા રોડ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓથી હેરાન થતાં વાહનચાલકોની ફરિયાદને પગલે નગરપાલિકાએ પેચ વર્ક શરૂ કર્યું હતું.

ડીસા શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી મોટા મોટા ખાડા પડી ગયા હતા. તેના કારણે રોડ પરથી પસાર થતા રોજના હજારો વાહનચાલકો ખાડામાં ખાબકતા ભારે હાલાકી ભોગી રહ્યા હતા. ખાસ કરીને એરપોર્ટ ચાર રસ્તાથી ફૂવારા સર્કલ સુધી, જુના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને જલારામ મંદિરથી રિજમેટ રોડ પર મોટા-મોટા ખાડા પડી જતાં લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. આ માર્ગો પરથી પસાર થતાં બાઈકચાલકો અને ફોરવ્હીલર ચાલકો ખાડામાં ખાબકતાં હતા. જેના માટે વાહનચાલકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

જેને પગલે નગરપાલિકા દ્વારા રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે એરપોર્ટ ચાર રસ્તાથી બગીચા સર્કલ સુધીના ડામર રોડ પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી બરાબર થાય છે કે નહીં તેનું પણ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, નગરસેવક નયનાબેન સોલંકી, દેવુભાઈ માળી સહિતની ટીમે હાજર રહી તકેદારી રાખી હતી અને યોગ્ય કામગીરી થકી લોકોની મુશ્કેલીઓ દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.