
ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું
ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત રવિવારે શહેરના નવા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જલારામ મંદિર સહિત અન્ય વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા આ સફાઈ અભિયાન બાદ તમામ સ્થળો સ્વચ્છ બની ગયા હતા.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત તમામ શહેરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે દ્વારા રવિવારે સેનિટેશન વિભાગ ની સફાઈ અભિયાન માટે એક અલગ ટીમ બનાવી શહેરના નવા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જલારામ મંદિર સહિત વિવિધ સ્થળો ઉપર સફાઈ નું મહા અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ તમામ સ્થળો ઉપર નગરપાલિકાની ટીમ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.આ અભિયાન બાદ આ તમામ સ્થળો સ્વચ્છ અને સુંદર બની ગયા હતા અને નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે એ શહેરીજનોને પણ નગરપાલિકાના સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અપીલ કરતાં જણાવ્યું હતું કે s HV શહેરી જનો એ કચરો જ્યાંતા ફેકવો ન જોઈએ કચરો ડસ્ટબીનમાં જ નાખવો જોઈએ અને ઘર તેમજ દુકાનનો કચરો હોય તો ડોર ટુ ડોર કચરો લેવા આવતા કર્મચારીઓને પોતાનો કચરો આપી શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે