ડીસા માર્કેટયાર્ડમા મગફળી ની નોંધપાત્ર આવક શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકોનો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, હાલ સારી આવક આપતી મગફળી ખેડૂતોની પહેલી પસંદ બની છે. જિલ્લામાં દરેક સીઝનમાં ખેડૂતો મગફળીના પાકની ખેતી કરતા હોય છે. ચાલુ વર્ષે પણ મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે. મગફળીનું સારૂં ઉત્પાદન થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અત્યારે નવી મગફળીના પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયું છે. સારા ભાવની આશાએ જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે. શુક્રવારે ડીસા માર્કેટિંગ યાર્ડમાં પણ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે.પોતાના તૈયાર થયેલા પાક મગફળીના પાક સાથે ટ્રકો ભરીને ખેડૂત APMC ખાતે આવ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવની આશા સેવી હતી. ડીસા માર્કેટિંગ યાર્ડમાં બનાસકાંઠા સહિત રાજસ્થાનભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જણસી પાક લઈને વેચાણ માટે આવે છે.અત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં નવી મગફળીના પાકનું વાવેતર થયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના તૈયાર પાક સાથે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.


ડીસા APMCજણસીની આવક માટે ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. શુક્રવારે મગફળીની 3372 હજાર બોરી કરતાં વધારે આવક નોંધાઈ હતી તેમજ પ્રતિ 20 કિલોના 1531 રૂપિયાનો ભાવ બોલાયો હતો. સોમવારે જ્યા મગફળીનો પ્રતિ કિલો ભાવ 1041 બોલવવામાં આવ્યો હતો, ત્યારે શુક્રવારે નવી મગફળીનો ભાવ 1531 રૂપિયા બોલવામાં આવ્યો છે. સોમવારની સરખામણીએ મગફળીનો લગભગ 490 રૂપિયા વધારે ભાવ બોલવામાં આવ્યો છે.એકંદરે નવી મગફળીનો રેકોર્ડબ્રેક ભાવ બોલાતા ખેડૂતમાં ખુશીની લાગણી જોવા મળી હતી, બીજી તરફ ડીસા માર્કેટિંગ યાર્ડ પણ નવી મગફળીની આવકથી છલકાઈ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.