
ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી
દર વર્ષે 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે ડીસામાં પણ મેલેરિયામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ રેલી યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મેલેરિયા એ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે.ત્યારે આ મચ્છરની ઉત્પતિને અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળી રહે તે માટે ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા આરોગ્ય વિભાગે બ્લોક હેલ્થથી વિવિધ બેનરો સાથે જાગૃતિ રેલી યોજી હતી.જે રેલી ડીસાના મુખ્ય માર્ગ પર ફરી અર્બન અને પીએચસી સેન્ટર પર ઓપીડી શરૂ કરી લોકોને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે સલાહ આપી હતી.