
ડીસાના દામા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું
ડીસાના દામા ખાતે ધારાસભ્યના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યાં આરોગ્ય કેન્દ્રની શરૂઆત થતાં આસપાસના 10થી વધુ ગામના 30 હજારથી વધુ લોકોને નજીકમાં તમામ પ્રકારની સારવાર મળી રહેશે.જેમાં ધારાસભ્ય પ્રવિણ માળીએ રીબીન કાપી આરોગ્ય કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો.જેમાં નવીન પ્રથમ આરોગ્યની શરૂઆત થતા આસપાસમાં દામા,રામપુરા,ઓઢવા,સોતમલા,ઢેઢાલ,વરણ,જોરાપુરા,સમશેરપુરા,યાવરપુરા તેમજ ડેડાલ ગામના 30 હજારથી વધુ લોકોને નજીકમાં આરોગ્યની સારવાર મળી રહેશે.જેમાં લોકોને મેલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોની અટકાયતની કામગીરી વધુ સારી રીતે થઈ શકશે.જેમાં સગર્ભા માતાઓ,ધાત્રી માતાઓને તમામ પ્રકારની સારવાર 24 કલાક મળી રહેશે.આ ઉપરાંત આરોગ્યના કેમ્પો થકી નજીકનાં ગામોમાં આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર પી.એમ.ચૌધરી અને સરપંચ ઈશ્વર દેસાઈએ જણાવ્યું હતું.